Nojoto: Largest Storytelling Platform

*"કાગળ"* કાગળ રિસાઈને ક્યાં સંતાઈ બેઠા, કલમ ખડિયો

*"કાગળ"*
કાગળ રિસાઈને ક્યાં સંતાઈ બેઠા,
કલમ  ખડિયો એને મનવા બેઠા.
એ હું હતો જેને તમે ભુલી બેઠા,
હવે તમે મોબાઇલના ખોળે બેઠા.
ભુલી જાય છે માનવી પ્રેમ પ્રસંગ,
હૈયાના ચિત્રોમાં કલમનો હતો સંગ.
હતા આપણી પાસે ઇન્દ્રધનુષી રંગ,
અવનવા આપણા હતા અંગ.
પ્રેમ પુષ્પ વાહક બની પિયુ પાસે જતા,
કાગળ હવે એજ આંસુ લૂછતાં હતાં.
ક્યારેક આંસું ના એંધાણ બનતાં,
તો ક્યારેક સરકારી જમાઈ બનતા.
હવે કાગળ કલમ કબાડી જઈ રહ્યા.
કહે"નર" આ તો મેં એમના દુઃખડા કહ્યા.

નારાણજી જાડેજા "નર"
ગઢશીશા, માંડવી.
*"કાગળ"*
કાગળ રિસાઈને ક્યાં સંતાઈ બેઠા,
કલમ  ખડિયો એને મનવા બેઠા.
એ હું હતો જેને તમે ભુલી બેઠા,
હવે તમે મોબાઇલના ખોળે બેઠા.
ભુલી જાય છે માનવી પ્રેમ પ્રસંગ,
હૈયાના ચિત્રોમાં કલમનો હતો સંગ.
હતા આપણી પાસે ઇન્દ્રધનુષી રંગ,
અવનવા આપણા હતા અંગ.
પ્રેમ પુષ્પ વાહક બની પિયુ પાસે જતા,
કાગળ હવે એજ આંસુ લૂછતાં હતાં.
ક્યારેક આંસું ના એંધાણ બનતાં,
તો ક્યારેક સરકારી જમાઈ બનતા.
હવે કાગળ કલમ કબાડી જઈ રહ્યા.
કહે"નર" આ તો મેં એમના દુઃખડા કહ્યા.

નારાણજી જાડેજા "નર"
ગઢશીશા, માંડવી.