Nojoto: Largest Storytelling Platform

છંદ : હઝજ, બહર : 28 માત્રા લગાગાગા લગાગાગા લગાગ

છંદ : હઝજ, બહર : 28 માત્રા
લગાગાગા   લગાગાગા  લગાગાગા   લગાગાગા 

મને રણની તપિશની એક આદત જ્યાં પડી ગઇ છે
અને  આજે  મને મારી  બધી  ચાહત  નડી ગઇ છે

વસંતે પાનખર  જેવી   મને  આહટ થયેલી  જ્યાં,
તમારાં ઉપવને આજે અજબ રાહત જડી ગઇ  છે

નયનથી  એ નયનને આજ મીલાવીને  ઢાળ્યાં તો,
અમારાં  હુસ્નને એની નજાકત  પણ ચડી ગઇ છે.

એ તો આવ્યાં હતાં ઇઝહાર  એનાં  પ્રેમનો  કરવા,
અમારી આજ એ નાદાનિયત  અમને નડી ગઇ છે.

હ્રદય   ના બારણે જોને   સજાવ્યાં  તોરણો એને,
મને મારાં જ નામોની સજાવટ  પણ મળી ગઇ છે.

નજર મટકે નહીં  અટકે  નહીં  તેઓની તો આજે,
મને એનાંજ 'સપના'માં વસાહત પણ મળી ગઇ છે.
                 
- Sapna Agravat #વિચારનાવમળ #હઝજ #ગઝલ #ચાહત #નડી
છંદ : હઝજ, બહર : 28 માત્રા
લગાગાગા   લગાગાગા  લગાગાગા   લગાગાગા 

મને રણની તપિશની એક આદત જ્યાં પડી ગઇ છે
અને  આજે  મને મારી  બધી  ચાહત  નડી ગઇ છે

વસંતે પાનખર  જેવી   મને  આહટ થયેલી  જ્યાં,
તમારાં ઉપવને આજે અજબ રાહત જડી ગઇ  છે

નયનથી  એ નયનને આજ મીલાવીને  ઢાળ્યાં તો,
અમારાં  હુસ્નને એની નજાકત  પણ ચડી ગઇ છે.

એ તો આવ્યાં હતાં ઇઝહાર  એનાં  પ્રેમનો  કરવા,
અમારી આજ એ નાદાનિયત  અમને નડી ગઇ છે.

હ્રદય   ના બારણે જોને   સજાવ્યાં  તોરણો એને,
મને મારાં જ નામોની સજાવટ  પણ મળી ગઇ છે.

નજર મટકે નહીં  અટકે  નહીં  તેઓની તો આજે,
મને એનાંજ 'સપના'માં વસાહત પણ મળી ગઇ છે.
                 
- Sapna Agravat #વિચારનાવમળ #હઝજ #ગઝલ #ચાહત #નડી

#વિચારનાવમળ #હઝજ #ગઝલ #ચાહત #નડી