Nojoto: Largest Storytelling Platform

ગણેશોત્સવ આવે ત્યારે હજુ પણ નાનપણ અને પુના બહુ યાદ

ગણેશોત્સવ આવે ત્યારે હજુ પણ નાનપણ અને પુના બહુ યાદ આવી જાય, રોજ રોજ રાતે તૈયાર થઈને પપ્પાની આંગળી પકડીને ગણપતિ જોવા નીકળતી ત્યારે તો જાણે રાત ઓછી પડતી,થાકી જવું ત્યારે પપ્પા ખંભે બેસાડીને બાપ્પાના દર્શન કરાવે,આ બાદશાહી જે માણી છે ને,એ યાદ આવતા હોઠ હસી પડે છે ને આંખો! આંખો ભરાઈ જાય છે. બાપ્પાના દર્શન હજુ પણ કરવા જવાય છે બધું જ થાય છે પણ એ આખી આખી રાત ચાલવાનો થાક ને મજા બહુ યાદ આવે.પુના બહુ યાદ આવે...પુના એટલે પુના, બાપ્પા દસ દિવસ જાણે સદેહે ફરતા હોય પૂનામાં એમ જ અનુભવાય..
ગણપતિ બાપ્પા મોરયા બોલતા બોલતા આ દસ દિવસ જાણે ફટાફટ પુરા થતા..પણ હવે જિંદગીનો થાક વધતો જાય છે ને..ઉતારવાની જગ્યા નથી.. #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #ganpati #ગણપતિબાપ્પા_મોરિયા

darshana4860

Darshana

New Creator