a-person-standing-on-a-beach-at-sunset ક્ષણનું જીવન ને મરણ પણ ક્ષણ થવાનું, ખોળિયાનું નાશ થઇ રજકણ થવાનું. ચણ મિનારા તું ભલે શમણાં તણાં, પણ! અંતે તો.... સઘળું પછી કણકણ થવાનું. ને.... હશે અંતિમ ઘડીના શ્વાસ તારા, છૂટતી નાડીનું પણ બટકણ થવાનું. વાટ પકડી છે અનંતની, ક્યાં અટકશે? ખુદના કરમો થકી અટકણ થવાનું. ભાન પણ ક્યાં "નીલ" ને છેલ્લે રહેશે? એમ.... કલમે શબ્દનું લટકણ થવાનું. - નિલમકુમાલ બુધ્ધભટ્ટી "નીલ" ©neel #SunSet #gazal #gujarati #Life