Nojoto: Largest Storytelling Platform

ઓળખાણ થઈ ત્યારથી આજ સુધી આપણી દોસ્તી એવી ને એવી અક

ઓળખાણ થઈ ત્યારથી આજ સુધી
આપણી દોસ્તી એવી ને એવી અકબંધ
એવા આપણે ભાઈબંધ,
હા ક્યારેક વચ્ચેથી કડી છૂટી જાય
પણ પાછી ફરું ને તંતુ ફરી જોડાઈ જાય,
મિત્રો ઘણાયે બને પણ એકેય ના હોય
ત્યારે પાછું વળીને જોતા તું હંમેશા દેખાઈ જાય,
તારો હોવું મારા હોવાને ભર્યું કરી જાય
ખાલીપાની તો શી વિસાત કે તને જોતા જ
એ ભાગી જાય,
રખડવું મને જરા ઓછું ગમે પણ તારી સંગાથે
ખોવાઈ જવું એ‌ મારી મનગમતી સફર
જે આજેય મને ખુશ કરી જાય,
ને મારી દરેક સફર તારા વિના અધુરી ગણાય
હોય પછી એ ઘરથી દફતર સુધી કે દુનિયાના
બીજા છેડા સુધી,
એ શબ્દોની પોટલી મને વગર ટિકિટે
દુનિયાની સફરે લઇ જતી મારી જાદુઈ ચોપડી,
કોઈ તને કહે પુસ્તક કોઈ કહે કિતાબ
પણ મારા માટે તું મારો સૌથી વ્હાલો અસબાબ. 🧡📙📙🧡
A big thank you to my parents for giving me most wonderful friend of my life.
#worldbookday #books #library #reading #friendship #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems