Nojoto: Largest Storytelling Platform

આપણી બાજી બગાડે પણ ખરા ! દોસ્ત છે, ધંધે લગાડે પણ ખ

આપણી બાજી બગાડે પણ ખરા !
દોસ્ત છે, ધંધે લગાડે પણ ખરા !

‘ઊંઘ આવી ગઇ ને...?‘ એવું પૂછવા,
બે–અઢી વાગ્યે જગાડે પણ ખરા !

આપણે જેને દબાવી રાખીએ,
એ જ મુદ્દો એ ઉપાડે પણ ખરા !

આપણી પાસે જ ઉછીના લઇ,
ક્યાંક આપણને જમાડે પણ ખરા !

*પણ હતાશા નામના એક રોગને,*
*આમ ચપટીમાં મટાડે પણ ખરા !* friendship
આપણી બાજી બગાડે પણ ખરા !
દોસ્ત છે, ધંધે લગાડે પણ ખરા !

‘ઊંઘ આવી ગઇ ને...?‘ એવું પૂછવા,
બે–અઢી વાગ્યે જગાડે પણ ખરા !

આપણે જેને દબાવી રાખીએ,
એ જ મુદ્દો એ ઉપાડે પણ ખરા !

આપણી પાસે જ ઉછીના લઇ,
ક્યાંક આપણને જમાડે પણ ખરા !

*પણ હતાશા નામના એક રોગને,*
*આમ ચપટીમાં મટાડે પણ ખરા !* friendship
taropagal128982

taro_pagal12

New Creator

friendship