જીંદગી છે યાર જલસાથી જીવો.... ✍️ કાનજી ગઢવી "જીંદગી" શબ્દ નાનો છે પણ દરેક માટે જીંદગીનો અર્થ જુદો જુદો હોય છે. જીંદગીમાં દુઃખો, દર્દો, પીડાઓ, મુસીબતો, બીમારીઓ, ઘડપણ છે અને અંતે મૃત્યુ તો છે જ. પણ આ બધું હોવાં છતાં પણ જીંદગીને જલસાથી જીવવા માટે સાહસ તો જોઈએ જ. ખાલી સુખ જ હોય જીંદગીમાં તો એ જીંદગી શું કામની? અને ખાલી દુઃખ જ હોય જીંદગીમાં તો પણ એ જીંદગી શું કામની?.. દુઃખ આવે ત્યારે જ તો સુખની કિંમત ખબર પડે ને અને જીંદગી તો સુખ અને દુઃખનો સરવાળો છે. અને દુઃખ હોય જીંદગીમાં તો ફરિયાદ શું કરવી.. એવું કોણ છે અહીં જેને દુઃખ નથી જીંદગીમાં. દુઃખમાં પણ હસીને જીવવું બસ એ જ તો છે જીંદગીની સાચી વ્યાખ્યા.. જીંદગી ને દરેક ક્ષણ માણવું જોઈએ કારણ કે આપણે નથી જાણતા કે ક્યું ક્ષણ છેલ્લું ક્ષણ હશે. હવે વાત રહી જીંદગીને જલસાથી જીવવાની. જીંદગી જીવો તો જલસાથી જીવો કારણ કે જીંદગી ક્યાં ફરી મળવાની છે. ભુલી જાઓ શું મેળવ્યું છે ને શું ગુમાવ્યું છે બસ આ ક્ષણને જલસાથી જીવો લ્યો. મૃત્યુ તો અંતે આવવાનું જ છે તો શું કામ આપણે જીંદગી ને દુઃખી થઈને વેડફી દઈએ. જીંદગી જેટલી હોય જેવી હોય બસ જલસાથી અને હસી ખુશીથી ચાલોને જીવી લઈએ.. ✍️ કાનજી ગઢવી જીંદગી