વરસ વીતી ગયું આખરે, હા વરસો તો આવે ને જાય, પણ આના જવાની તો લાગ્યું જાણે વરસોથી રાહ જોવાય, નવું હતું, ના ફક્ત પહેલી તારીખે નહીં પણ જાણે રોજ નવું હતું, ના જાણી ના જોઈ એવી કંઈ કેટલીયે વાતો થતી હોય, પણ એણે તો જાણે નક્કી કર્યું હતું દરેક સમયે વાત બસ મારી હોય, આવનારા ને વીતેલા વરસોની વાતમાં પણ પહેલી મારી હોય, જાણે આજના માણસના માનસ સાથે એની હરીફાઈ હોય, ઘણું કર્યું ને ઘણું કરાવ્યું, ઘણું શીખવ્યું, ઘણું નવેસરથી શીખવાડ્યું, ઘણા બધાથી દૂર ને ખુદની નજીક ધકેલતુ ગયું, પૂછ્યું એને આ તે કેવું અને શું કર્યું, તો કહે એનું એ જ હતું લગભગ બધું આગળના વરસોએ જે શીખવ્યું હતું, જે તે વરસો વરસ ઉપરછલ્લું કર્યા કર્યું એમાં થોડા અઘરા સવાલો મૂકી મેં પેપર સેટ કર્યું હતું. 2️⃣0️⃣2️⃣0️⃣ #2020 #yearends #thoughts #life #musingtime #pandemic #gujaratipoems #grishmapoems