રાસ રમતા મારી નથણી ખોવાણી. અરે કાના મારે નહિ રાસ રમવું.રાધા એ કહ્યું, ચાલને રાધા હું છું ને પણ કોઈ ન બોલશે કાના એ હાથ પકડતા કહ્યું. પણ કાના મારી નથણી ખોવાઈ એટલે હું તારી સાથે રાસ ન રમું. રાધા બોલી. ઓહો રાધા રાનીની નથણી ખોવાણી એટલે રાસ નહિ રમશે મારી સાથે આ કાન કુંવર ને ના કહ્યું. હા જી હવે શું ? રાધા ચિડાઈ ને બોલી. ચાલો તો અમારા રાધા રાણીની નથણી શોધીએ રાસ રમતા રમતા. કાના એ કહ્યું અને પછી તરત જ પોચી માંથી નથણી કાઢીને રાધાના હાથમાં સોંપી. હાથમાં નથણી ને જોતા રાધા રાની ખુશી ખુશી ઝૂમી ઉઠી અને ગાવા લાગી. રાઘવ નંદજીના લાલ રાસ રમાડતા મારી નથણી ખોવાણી .દોડીને કાનની વાંસળી વગાડે ત્યાં રમવા લાગી. #tragedy #radhalover #krishna #ras