જિંદગીની પસંદગી કરી છે, તો હવે પીછેહઠને તું વિકલ્પમાં જ કાઢજે. જિંદગીની દરેક મોસમ માણજે, પવનની લહેરખી હોય કે તોફાનો બંનેને આવકારજે. લહેરખી ક્યારેક ના આવે તો પોતાના શ્વાસને જ વધાવજે, ને તોફાનોને મહેમાનગતિનો લ્હાવો આપી હસતા હસતા વિદાય આપજે. બસ આમ જ જિંદગીની પસંદગી કરી છે, એ તું હંમેશા મમળાવજે, ને જિંદગી ભૂલી જાય કદાચ તો કહેજે, એના વિકલ્પો હશે પણ તુ તો ફરજિયાત પ્રશ્નોમાં સૌથી પહેલા આવશે. ❤️❤️ #જિંદગી #life #lifeisachoice #youaremandetory #lovelifetothefullest #yqbaba #yqmotabhai #grishmapoems