Nojoto: Largest Storytelling Platform

શીખવાડી દે સમય જ દરેકને કે દાવ રમવો તો કેટલો? હ્ર્

શીખવાડી દે સમય જ દરેકને કે દાવ રમવો તો કેટલો?
હ્ર્દયે પાષાણ પાથરવો પડે, એ ઘાવ ખમવો તો કેટલો?

ન કર ખોટી જીદ ને નહિતર પડી રે' એકલો ત્યાં તું ટેકરે,
શ્વાસ જ કહે!સાંભળી લે તું ધડકન, પહાડ ભમવો તો કેટલો?

રોટલા ભેગું કચુંબર, છાશ ને ગોરસ ઘણું ભાવે એ છતાં,
શાક ભેગી દાળ ને મીઠાં વગરનો ભાત જમવો તો કેટલો?

અગમનિગમ હશે?નજીક જઈ નમસ્કાર કરતાં કાંઇક સાંભળ્યું,
રામ જાણે! છે અગોચર, એ અગોચર શબ્દ ગરવો તો કેટલો?

અંધકાર છવાય નેપથ્યે,દઉં હું હાથ આડા છે ક્યાં ગજું?
ઝળહળ થતો સૂર્ય ઓચિંતો થયો અસ્ત, દીપ ધરવો તો કેટલો?
~Damyanti Ashani #ઝઝર #છંદ #ગુજરાતી_ગઝલ

#ઝઝર #છંદ #ગુજરાતી_ગઝલ #કવિતા