Nojoto: Largest Storytelling Platform

મમ્મી ના એ ગર્ભ માં મને ખુબ શાંતિ લાગતી, ત્યાં નહો

મમ્મી ના એ ગર્ભ માં મને ખુબ શાંતિ લાગતી,
ત્યાં નહોતો કોઈ રાક્ષસ નો ડર,
ત્યાં ખૂબ સુરક્ષિત હું હતી તેવું મને લાગેે.
મમ્મી ના ગર્ભ માં હું જ્યારે હતી ત્યારે,
મમ્મી એ, 
"મને હર એક છોકરાઓમાં પોતાના ભાઈ અથવા કોઈ એવો સંબંધ કે જ્યાં હું સુરક્ષિત છું,
તેવું જ મને બતાવ્યું."
બહાર જ્યારે આવી ત્યારે હું લક્ષ્મી કહેવાણી,
બહાર આવી ડોક્ટરે મને કુટુંબને આપી ત્યારે પણ સંસ્કાર ના કપડા પહેરી દુનિયા વચ્ચે આવી.
આજે એ જ સંસ્કાર પકડીને,
હું જ્યારે જ્યારે ચાલી,
ત્યારે ત્યારે ખુલ્લે આમ મારી ઈજ્જત લેવાઈ.
મારા સંસ્કાર ના વસ્ત્રોને પણ,
એ રીતે ફાડી નાખવામાં આવ્યા.
કે એ રાખડી બાંધેલા હાથથી ભાઈ એ મને કાંધ આપી,
જે પપ્પા એ દુલ્હન બનાવી મને વિદાય કરવા સપનાઓ જોયેલા,
એ પપ્પા ને તેની દીકરીની બળેલી લાશને દુલ્હન બનાવી અગ્નિ સંસ્કાર આપ્યો.
કદાચ જો ખુલ્લે આમ લેવાથી મારી ઈજ્જત ને,
કોઈ ભાઈ અથવા કોઈ ન્યાય આવી ને રોકી શકે ના.
તો હું પણ ખુશી ખુશી મારા પપ્પાએ બનાવેલી એક દુલ્હન ની જેમ વિદાય લઈ શકતી,
મારા ભાઈઓ નો રાખડી બાંધે લો હાથ હવે ખાલી ના રહેત,
મારી મમ્મી ને મને જન્મ આપવાનો અફસોસ ક્યારેય ના થાત,
મને પણ કોઈ જીવનસાથીનો સહારો મળત,
હું પણ કોઈ ફરી એક સ્ત્રીને જન્મ આપત,
પણ કદાચ આ બધું મંજૂર તમને લોકોને ના તું,
પણ કોશિશ એટલે તો જરૂર કરી શકો.
કે મારી જેમ કોઈ બીજી તમારી બહેન, દીકરી કે પત્નીને આ રીતે તો દુલ્હન બનાવી વિદાય ના આપવી પડે.
લી.
-એક પીડિત યુવતી કે જે આ માંથી પસાર થઈ ચૂકી છે અથવા તમારા કંઈ પણ ન કરવા ઉપર આ માંથી પસાર થવાની છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 30/11/2019)
*મારી યાદો ની બારી*
Please share it.
#save #my #sister #rape #sad #gujarati #message