Nojoto: Largest Storytelling Platform

*કવિતા* *જીવી જવાનું* અમસ્તાં જ રહેવાનું, દુઃખ આ

*કવિતા*

*જીવી જવાનું*

અમસ્તાં જ રહેવાનું,
દુઃખ આવે તો સહેવાનું..
મુશ્કેલી આવે,..
એમાં શું ડરી જવાનું.??
સુખ આવવાનું ને,
એ સમજણથી જીવી જવાનું..
વાગોળવાની યાદોને
વર્તમાનમાં ભળી જવાનું..
અહંકાર વળી શેનો??
ખાખ થવા તો મરી જવાનું..
ભજ મન રામ નામ!!,
શ્યામ નામ સાથે તરી જવાનું..
મહાનતા 'નિરવ' કેવી પ્રભુ તારી,
કણ કણમાં શંકર બની જડી જવાનું!!

©NARSINH PRAJAPATI
  #poet_Narsinh_Nirav