તું આમ મને જોઈને મનમાં મલકાય જશે તે કેમ ચાલે. મને જોયા બાદ તારા વ્યવહાર બદલાય જશે તે કેમ ચાલે. તું મારી વાતમાં ને વાતમાં મેસેજ જોઈ હરખાય તે કેમ ચાલે. મને જોયા પછી પણ તું મસ્ત છે એ ન કહે તે કેમ ચાલે. તું રોજ સ્ટોરી જોતા શબ્દમાં ખુશ થાય કહે ન તે કેમ ચાલે. ગાયત્રી હતી હાથમાં પણ જીવન માટે પૂછ્યું નઇ તે કેમ ચાલે. તું જોયા કરે રોજ બધી રીતે પણ બોલે નહિ તો કેમ ચાલે. ગાયત્રી તો રસ્તો છે માર્ગ માંગ્યો જ નહીં તે કેમ ચાલે. જૂનું પુરાણું ક્યાં દટાઈ ગયું હવે શ્યામની વાત છે તે કેમ ચાલે. #keepwriting