Nojoto: Largest Storytelling Platform

આપણે પાછા વળી ગ્યા'તા ડરીને એ જ રસ્તે લ્યો હવે આવ્

આપણે પાછા વળી ગ્યા'તા ડરીને
એ જ રસ્તે લ્યો હવે આવ્યા ફરીને.

એ પછી લોહી બની વહ્યા કર્યા છે
આંસુઓ પાછા ફર્યા જે ઓસરીને.

સાવ સંકુચિત  મનનાં નીકળ્યાં ને?!
જે થયાં'તાં ખૂબ મોટાં વિસ્તરીને.

કામ ના આવ્યું કશુંયે આખરે તો
કેટલું ભેગું કર્યુ'તું સંઘરીને!

તું પરાણે આમ શ્વાસો આપજે ના
મેં જીવન માગ્યું નથી કંઈ કરગરીને!

આવડતથી આ જગા કોઈક લેશે
જોઈ લઈએ ચાલ, વેળાસર ખરીને.

: હિમલ પંડ્યા

©Himal Pandya himal
આપણે પાછા વળી ગ્યા'તા ડરીને
એ જ રસ્તે લ્યો હવે આવ્યા ફરીને.

એ પછી લોહી બની વહ્યા કર્યા છે
આંસુઓ પાછા ફર્યા જે ઓસરીને.

સાવ સંકુચિત  મનનાં નીકળ્યાં ને?!
જે થયાં'તાં ખૂબ મોટાં વિસ્તરીને.

કામ ના આવ્યું કશુંયે આખરે તો
કેટલું ભેગું કર્યુ'તું સંઘરીને!

તું પરાણે આમ શ્વાસો આપજે ના
મેં જીવન માગ્યું નથી કંઈ કરગરીને!

આવડતથી આ જગા કોઈક લેશે
જોઈ લઈએ ચાલ, વેળાસર ખરીને.

: હિમલ પંડ્યા

©Himal Pandya himal
himalpandya9348

Himal Pandya

New Creator