જીવનમાં સફળ બનવા માર્ગદર્શનની જરૂર છે ફક્ત માર્ગદર્શન નહીં યોગ્યતાની જરૂર છે માતા જેવું યોગ્ય માર્ગદર્શન કોણ આપી શકે? માતાના સ્નેહ સાથે સંસ્કારની જરૂર છે. કોઈ કહે કે ગુરુ તો આધ્યાત્મિક જ જોઈએ ઈશ્વર માર્ગે જવા આધ્યાત્મિક જ્ઞાન જોઈએ માતાપિતા જેવું સારું જ્ઞાન કોણ આપી શકે? માતાપિતાના આશિર્વાદરૂપ જ્ઞાન જોઈએ.. શીખ જ્ઞાન પ્રાપ્તિ જિજ્ઞાસા, ઉત્તમ શિક્ષક જ આપે છે એવા સદગુરુ ઉત્તમ શિક્ષકની આજે ખરેખર જરૂર છે.. - કૌશિક દવે ગુરુ વિના નથી થતું જીવન સાકાર, ગુરુ જ છે સફળ જીવનનો આધાર. ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ🙏🌹🙏 હિંદુ પરંપરાઓમાં આ દિવસ અધ્યાત્મિક ગુરુઓની પૂજા અને સન્માનનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ પણ થયો હતો. એટલે તેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તેમણે એક વેદમાંથી ચારેય વેદના વિભાગની રચના કરી હતી. આ કારણે તેમને વેદ વ્યાસ કહેવામાં આવે છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સુપ્રભાત!! આજે #ગુરુ_જ_સફળજીવનનો_આધાર શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.