Nojoto: Largest Storytelling Platform

હવે હું એ શબ્દોને ગોઠવતો થયો છું, જીવનના એ દરદને ઉ

હવે હું એ શબ્દોને ગોઠવતો થયો છું,
જીવનના એ દરદને ઉજવતો થયો છું..

હતું કંઈક જે ખૂટતું રહેતું હતું,
મળ્યો સંગ રંગ ઓગળતો થયો છું..

વખતો વખતની વાત છે જીવતરની
જે રહી ગયા 'તા સ્વપ્નો ભોગવતો થયો છું.

હોવું કે ન હોવું એ આગમની વાત છે
જે છે એનો ઉત્સવ ઉજવતો થયો છું.

ન રહે કાંઈ જે 'નિરવ' જીવવાનું ભૂલાયું,
મળ્યો કરમે અભિનય ભજવતો થયો છું..

©NARSINH PRAJAPATI
  #poet_narsinh_143