ये सर्द सुनहरी सुबह है, और સ્મૃતિ દટાઈ ગઈ તો ખરી, પણ મરી નહીં. કરમાઈ જાણે એક કળી, પણ ખરી નહીં. માળીને ક્યાં ખબર છે, ફાવ્યો ન અમને બાગ, લીધા અછડતાં શ્વાસ, હવાઓ ભરી નહીં. તમને ઉદાસ જોઈ, બદલવો પડ્યો વિચાર, મારા દુ:ખોની વાત મેં તમને કરી નહીં. ઝીલી લીધી ક્ષણો કોઈ, છૂટી ગઈ અમુક. પ્રત્યેક વેદનાની મેં ગઝલો કરી નહીં. ખંખેરતા જણાયું, અલગ છે દરેક દુ:ખ, રેતી ખરી ગઈ અને માટી ખરી નહીં. છે સ્વર્ગ ને નરકરૂપે બે જેલ તેં રચી, મૃત્યુ પછી ય કેદ થવાનું, બરી નહીં !!! રઈશ મણિયાર...✍️ ©D M Mali 🌄🌄🌄🌄 #Sunhari_Subh