આંખ કરું હું બંધ અને દેખાય મને તું અર્ચન જેવો, મારા પડછાયામાં દેખાયા કરતો તું દર્પણ જેવો. બાળક રે'વામાં જ મજા છે,ચાહે માનો કે ના માનો; મસ્ત મજાની દુનિયા છે,મધુર મધુર સ્નેહ સમર્પણ જેવો. જોખી જોખીને સંબંધો રાખે જો! કેવી દરિદ્રતા?! હરતો ફરતો લોહીનો સંબંધ જ લાગે વળગણ જેવો. કર્મ અને કિસ્મતને લાગે વળગે કે કેમ?જણાવો ને!? કાયમ ગમતું ન કરે કુદરત, નાતો જોડે સગપણ જેવો. ખાલી કલ્પન ન કર જગાડ જરા સંવેદન તારી અંદર, તુજ ઉર ઉમંગે સ્નેહ નિતરશે, નિર્મળ હરપળ તર્પણ જેવો. ~Damyanti Ashani #ગઝલ #ગુજરાતી_ગઝલ #છંદ