શબ્દોમાં ઢાળી લાગણીઓ કેટલીક અનુભવેલી કેટલીક સમજેલી કેટલીક જાણેલી, પણ કરું શું એ લાગણીઓનું જે નથી સમજાતી બસ વર્તાતી છે કેટલીક તો હજુય અજાણી બસ છે ક્યાંક એની હાજરી, કયા શબ્દોમાં બંધ બેસાડું એને હું વિચારતી ભૂલીને કે હજુ એના ખીલવા-ખુલવાની મોસમ તો મેં ક્યાં માણી. 🧡📙📙🧡 #feelthefeelings #emotions #feelings #patience #impatience #lovelifetothefullest #gujaratipoems #grishmapoems