Nojoto: Largest Storytelling Platform

થાય તારીફ તો ભૂલો પણ ભૂલાય છે, ને વિરોધમાં તો દરેક

થાય તારીફ તો ભૂલો પણ ભૂલાય છે,
ને વિરોધમાં તો દરેક વાત તોલાય છે.

શુભેચ્છા માત્ર વ્યવહારમાં અપાય છે,
પછી ગેરહાજરીમાં કેટલુંય બોલાય છે.

કોણ જાણે કેમ ક્યાં છૂપાય છે સત્ય?
ને અફવાના પંખ ચારેકોર ફેલાય છે.

રાઝ તો અવ્યક્ત વાર્તા છે જીવનની,
કોઈના અકબંધ તો કોઈના ખોલાય છે,

સ્વપ્ન શાંતિનું જગમાં સાકાર થાય ખરું?
અહીં તો યુદ્ધ શબ્દોના કાયમ ખેલાય છે.

©Ajit Machhar 17 july 2022
#adventure
થાય તારીફ તો ભૂલો પણ ભૂલાય છે,
ને વિરોધમાં તો દરેક વાત તોલાય છે.

શુભેચ્છા માત્ર વ્યવહારમાં અપાય છે,
પછી ગેરહાજરીમાં કેટલુંય બોલાય છે.

કોણ જાણે કેમ ક્યાં છૂપાય છે સત્ય?
ને અફવાના પંખ ચારેકોર ફેલાય છે.

રાઝ તો અવ્યક્ત વાર્તા છે જીવનની,
કોઈના અકબંધ તો કોઈના ખોલાય છે,

સ્વપ્ન શાંતિનું જગમાં સાકાર થાય ખરું?
અહીં તો યુદ્ધ શબ્દોના કાયમ ખેલાય છે.

©Ajit Machhar 17 july 2022
#adventure
ajitmachhar2482

Ajit Machhar

New Creator