Nojoto: Largest Storytelling Platform

એવો એક દિવસ ફરી આવશે જ્યારે , લોકોના મનમાં આશાનું

એવો એક દિવસ ફરી આવશે જ્યારે ,

લોકોના મનમાં આશાનું એક કિરણ જાગશે
ફરી બધા ચા ની પ્યાલી સાથે નુક્કડ પર ગપ્પા લડાવશે
શાંત પડી ગયેલી શેરીઓમાં ફરી મસ્તી ના રણશિંગા ફૂકાશે
ફરી એકવાર ચાર-પાંચ સહેલીઓ ભેગી થઈ શોપિંગ જશે
1 min ago દેખાતું last seen હવે 1 day ago બતાવશે

એવો એક ફરી દિવસ આવશે જ્યારે ,

ચાર રસ્તે ટ્રાફિક જામ થશે , બધા પોતાનો રસ્તો જાતે કાઢશે
પાણીપુરી, પિઝા અને પાવભાજી ની લારીઓ છલકાશે
ઓફીસ માં ફરી બધા કામ પતાવવા ની દોડાદોડી માં લાગશે
છોકરાઓ સ્કૂલેથી પાછા આવીને હોમવર્ક પતાવશે

આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે કોરોના નો વિનાશ થશે
અને ફરી એક દિવસ એવો જરૂર આવશે
કે લોકો પોતાની નવી જિંદગીની શરૂઆત કરશે.

                                            - રાહી ગાંધી #lockdown #lifeafterlockdown