green-leaves વાત કોઈ દિલમાં છુપાવી રહ્યા છો. લાગે છે, દર્દોને પચાવી રહ્યા છો. આંખની આ ભીનાશ છૂપાવવાને, હાસ્ય જૂઠ્ઠું શાને બતાવી રહ્યા છો? ભાર મુખ પર છે એ ઉતારી જ નાંખો, ખુદને ખોટી રીતે થકાવી રહ્યા છો. આ ઉબડખાબડ પથની છે જિંદગાની, એક પૈડે જીવન ચલાવી રહ્યા છો! છે રમત આ તો લાગણીઓની સમજો, ને.... સમય નાહકનો ખપાવી રહ્યા છો. રંગમંચે આ "નીલ" પણ પાત્ર ભજવે, બસ કલમથી ખાલી લખાવી રહ્યા છો. -નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #GreenLeaves #gazal #gujarati #Life #Anubhav