ભૂતકાળ સતત સાથે રાખીને જીવવું ક્યાં સુધી વ્યાજબી છે? ભૂતકાળને સાથે રાખીને જીવતા વર્તમાનકાળનો ભોગ અપાતા જવાય છે,એની ખબર નથી પડતી... અણગમતું ભૂલી જવું જરૂરી છે ખરેખર જિંદગીમાં..નહીં તો જીવતા રહેવું મુશ્કેલ બની જાય છે. એક વસ્તુનો વિચાર કરો કે ભૂતકાળની એ વસ્તુ,વ્યક્તિ કે સંજોગો કાંઈ સાથે છે? ના નથી બરાબર. સાથે કોણ છે વર્તમાન અને એની સાથે જોડાયેલી વ્યક્તિ , તો પછી વર્તમાનમાંની વસ્તુ, વ્યક્તિ ને સમયમાં તમે સુખ શોધી નથી શકતા તો તમને કયારેય સુખ મળશે જ નહીં કેમકે તમને સુખ જોઈતું જ નથી...ભૂતકાળ ભુલાતો નથી કે તમારે ભૂલવો નથી એ તમારે નક્કી કરવાનું એના પરથી તમને સમજાશે તમને શું જોઈએ છે જાતે નોતરેલું દુઃખ કે પોતે શોધેલું સુખ.. ભલે અઘરું છે પણ અશક્ય નથી ! #cinemagraph #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqgujarati #yqmotabhai