જ્યારે જ્યારે તને શોધવાની કોશિશ કરી જિંદગી, ત્યારે ત્યારે વ્યર્થ કરી મેં જિંદગી, કારણ જ્યાં-જ્યાં તને શોધી ત્યાં તું ક્યારેય ન હતી જિંદગી. જ્યારે જ્યારે તારાથી ભાગવાની કોશિશ કરી જિંદગી, ત્યારે ત્યારે વ્યય કરી મેં જિંદગી, કારણ જ્યાં-જ્યાં ભાગીને હું પહોંચતી ત્યાં અવનવા વેશમાં તું હાજર જ રહેતી જિંદગી. પણ જ્યારથી શોધવા ને ભાગવાની રમત બંધ કરી છે, ત્યારથી વ્યવસ્થિત કરી મેં જિંદગી, કારણ જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં ત્યાં તુ મારો હાથ પકડીને આવે છે જિંદગી. 🧡🧡 #gujaratikavita #life #lovelifetothefullest #ownyourlife #walkwithlife #yqmotabhai #yqbaba #grishmapoems