green-leaves જે મહીં વસેલો છે શોધું હું તેને કંકણ પત્થરમાં તલાશ ખુદની પછી કેમ થાય પુરી જીવતરમાં પડે છે નઝર જયાં ત્યાં થાય છે અનુભવ એનો ઘડીકમાં દેખાય ને થાય અલોપ હરેક અવસરમાં કરૂં છું પ્રયાસ કે તે ઘટવાસી સમજે મારા મૌનને પણ ખુદ ના કર્મ થકી હું નડુ છું ખુદને નડતરમાં ભીતર પર્વત પડ્યો અહંકાર નો મારી ધારણાથી ક્યાંથી મળે ધારા અમૃતમય મારા આ ઘડતરમાં કાશ થઈ જાય પુરી ભટકન હવે એક જ જાટકે શૂન્યતા થી જાઈને પરે મળે સ્થિરતા કૈ અંતરમાં આ મારા અંતર માં બહુ શોરબકોર છે સન્નાટાનો મળે ખરી શાંતિ કોઈ વિરલાને કઈક મનવંતરમાં શ્વાસની આવજાવ વચ્ચે રહી જાય છે ખાલીપો નિલ એ જ મારગથી તું ઉતરી જા હવે ભીતરમાં ©neel #GreenLeaves #gujarati #kavita #Life