Nojoto: Largest Storytelling Platform

સર્જાયો હું પંચતત્વોમાંથી, અંતે એમાં જ ભળી જાઉં,  

સર્જાયો હું પંચતત્વોમાંથી,
અંતે એમાં જ ભળી જાઉં,
          એવું હું તો માનું, હું છું તાત જગતનો.

મેહુલિયાની મહેરથી, મહેકતી માટી,
ભરી શ્વાસમાં, એમા ધબકી જાઉં,
          ધરતી મા ને જીવતી જાણું,હું છું તાત જગતનો.

સંસ્કાર સિંચન સંતાનમાં કરું એમ,
પાકનું પણ વ્હાલથી સિંચન કરી જાઉં,
          ધાનને હું લક્ષ્મી જાણું,હું છું તાત જગતનો.

અંબરના છત્ર ને ઓઢી,આધાર માની લઉં,
'વસુંધરા જ પરિવાર'નો સંદેશ આપી જાઉં
         એવું હું તો માનું, હું છું તાત જગતનો.

પશુ,પંખી,અન્ય જીવો ને જીવાડી જાણું,
સૌને પોષીને અન્નદાતા ગણાઈ જાઉં,
          એવું હું તો માનું, હું છું તાત જગતનો.

©Ajit Machhar 23 Dec. Farmer Day.
#SunSet
સર્જાયો હું પંચતત્વોમાંથી,
અંતે એમાં જ ભળી જાઉં,
          એવું હું તો માનું, હું છું તાત જગતનો.

મેહુલિયાની મહેરથી, મહેકતી માટી,
ભરી શ્વાસમાં, એમા ધબકી જાઉં,
          ધરતી મા ને જીવતી જાણું,હું છું તાત જગતનો.

સંસ્કાર સિંચન સંતાનમાં કરું એમ,
પાકનું પણ વ્હાલથી સિંચન કરી જાઉં,
          ધાનને હું લક્ષ્મી જાણું,હું છું તાત જગતનો.

અંબરના છત્ર ને ઓઢી,આધાર માની લઉં,
'વસુંધરા જ પરિવાર'નો સંદેશ આપી જાઉં
         એવું હું તો માનું, હું છું તાત જગતનો.

પશુ,પંખી,અન્ય જીવો ને જીવાડી જાણું,
સૌને પોષીને અન્નદાતા ગણાઈ જાઉં,
          એવું હું તો માનું, હું છું તાત જગતનો.

©Ajit Machhar 23 Dec. Farmer Day.
#SunSet
ajitmachhar2482

Ajit Machhar

New Creator