Nojoto: Largest Storytelling Platform

અત્યારે સમાંતરે ચાલતી બે ટીવી સિરિયલ રામાયણ અને મહ

 અત્યારે સમાંતરે ચાલતી બે ટીવી સિરિયલ રામાયણ અને મહાભારત જોઈને આજે વિચાર આવ્યો તે લખ્યો છે.

ઘર બહારની વ્યક્તિને જ્યારે આપણાં ઘરની દરેક નાની-મોટી બાબતમાં દખલ કરવાની આપણાં તરફથી ખુલ્લી છૂટ આપવામાં આવે ત્યારે જીવનમાં આપણે જ જાણી જોઈને નોતરેલા કેવા કેવા ઝંઝાવાત આવી શકે!એવો સ્પષ્ટ સંદેશ અત્યારે ચાલતા રામાયણ અને મહાભારત આ બન્ને ટીવી સિરિયલના એપિસોડમાંથી મળે છે.

રાણી સાથે આવેલી દાસી હોય કે પછી રાણીનો સગો ભાઈ હોય. એ પરિવારનાં સભ્ય તો નથી જ...એ દરેકની પોતપોતાની એક હદ હોય. એ હદ ક્યારે ઓળંગી શકે? જ્યારે આપણામાં કંઈક કચાશ એને દેખાય. સામે વાળી વ્યક્તિની મોટાભાગે એવી તાસીર જ હોય કે 'આંગળી દઈએ તો પોંચો પકડી લે!' એટલે ક્યારે આંગળી ઝાલવા દેવી અને ક્યારે એ પકડને ઢીલી કરી દેવી એ બાબત જેટલી જલ્દી આવડી જાય એમાં આપણું અને આપણી પછીની પેઢીનું ભલું નિશ્ચિત છે, એવું આ બન્ને ધાર્મિક સિરિયલ સમજાવી દે છે!

આના પરથી એટલું સમજાયું  કે અન્ય વ્યક્તિની વાતોમાં આવીને લીધેલા આપણા નિર્ણયોથી વર્તમાન અને ભવિષ્ય બન્ને અંધકારના  ગર્ભમાં રહીને ડૂસકાં ભર્યા કરશે! એ ડૂસકાં કોઈ પારકાંનાં નહીં પણ પોતાનાં આપ્તજનોનાં જ હશે. બસ  તો એટલું તો કરતાં જઈએ કે આપણું ભવિષ્ય પોતાના પૂર્વજની ઓળખ માથું ઊંચું કરીને આપી શકે.
બસ આજે આટલું જ....નેતિ નેતિ...