Nojoto: Largest Storytelling Platform

લાગણીઓના ઢગલાની આરપાર, ના દેખાતો બરાબર કોઈનોય આકાર

લાગણીઓના ઢગલાની આરપાર,
ના દેખાતો બરાબર કોઈનોય આકાર,
પોતાનો ચહેરો પણ ક્યારેક અજાણ્યો લાગતો આયનાને આરપાર.

ધીરે-ધીરે ખસેડતા એક એક લાગણી,
કેટલીક સાચી લાગતી તો‌ કેટલીક ખોટી,
કેટલીક વહેમની વરાળ જેવી લાગતી,
મારી લાગણીઓ ઉપર હું ફરી ફરીને કરતી વિચાર.

તારવણીના અંતે,
કેટલીક લાગણીઓ સમજાતી,
કેટલીક હંમેશા મારી સમજણને પાર જ લાગતી,
ને કેટલીક લાગણીઓને હું સમજાવતી,
બસ આમ જ ધીરે-ધીરે પોતાના અસ્તિત્વને આપતી નવો આકાર. 🧡🧡
#feelings #emotions #shapingmyself #pileofemotions #untangling #life #yqmotabhai #grishagverma