Nojoto: Largest Storytelling Platform

અંતરે તારા અસ્તિત્વનો અહેસાસ હસીન હતો રાત અમાસની,

અંતરે તારા અસ્તિત્વનો અહેસાસ હસીન હતો
રાત અમાસની, પણ પ્રેમનો ઉજાસ રંગીન હતો

સમય સાથે તો હું ખેલદિલી થી રમતો જ રહ્યો
એકલતાએ દીધેલો, એ વનવાસ ગમગીન હતો

લૂંટાય ને પણ બેહદ ચાહતો રહ્યો તને જ તો 
મળ્યો એ ગુનાહનો, કારાવાસ સંગીન હતો

તારી યાદોના ભૂગોળમા આજ ભલે ભટક્યા કરું 
આપણા પ્રેમની ગાથાનો ઇતિહાસ નામચીન હતો

ક્ષિતિજે મિલનની એવી પ્યાસ ધરીને બેસી ગયો 
આંસુના મૃગજળ નો અહેસાસ નમકીન હતો.

- Sapna Agravat #વિચારનાવમળ #અહેસાસ #નમકીન #ગઝલ
અંતરે તારા અસ્તિત્વનો અહેસાસ હસીન હતો
રાત અમાસની, પણ પ્રેમનો ઉજાસ રંગીન હતો

સમય સાથે તો હું ખેલદિલી થી રમતો જ રહ્યો
એકલતાએ દીધેલો, એ વનવાસ ગમગીન હતો

લૂંટાય ને પણ બેહદ ચાહતો રહ્યો તને જ તો 
મળ્યો એ ગુનાહનો, કારાવાસ સંગીન હતો

તારી યાદોના ભૂગોળમા આજ ભલે ભટક્યા કરું 
આપણા પ્રેમની ગાથાનો ઇતિહાસ નામચીન હતો

ક્ષિતિજે મિલનની એવી પ્યાસ ધરીને બેસી ગયો 
આંસુના મૃગજળ નો અહેસાસ નમકીન હતો.

- Sapna Agravat #વિચારનાવમળ #અહેસાસ #નમકીન #ગઝલ

#વિચારનાવમળ #અહેસાસ #નમકીન #ગઝલ