રાતની શરૂઆત, વાદળોનો ગડગડાટ, વીજળીનો ચમકાટ, ગોરંભાયેલું મન ને સાથ આપતું આકાશ. વરસી પડ્યા સંગે, આરંભે ધોધમાર ઉકાળટ, પછી સંતાપે પકડી ધાર, ધીમે ધીમે સઘળું થયું ખાલી. પછી વરસતા રહ્યા હું અને વરસાદ, ઝરમર ઝરમર હળવાશ, ટાઢકનો અહેસાસ, અંતે ભીંજાયને કોરા થઈ ગયા હું અને વરસાદ. 🖤💙🖤💙 #sky #rain #clouds #agony #heaviness #calmandclear #gujaratipoem #grishmapoems