આ સતત વ્યસ્તતા, અસ્તવ્યસ્તતા વચ્ચે આ નિરાંત મને આમ મળી જશે ક્યાં ખબર હતી, હું રાહ જોઉં એની દિવસના અંતે ને એ આમ આવી ભરબપોરે ભેટી પડશે ક્યાં ખબર હતી, ઉચાટ પડદા પાછળ જઈ એને તાકે આદત નથી એની હાજરીની એને ક્યાં ખબર હતી, મૂકી એને ફરી હું જતી રહીશ બસ આ થોડીક ક્ષણો છે એ એને ખબર હતી, એટલે ધીરેથી આવી કાન પાસે કહે બીજીવાર તારો વારો પછી ના કહેતી કે મને ખબર ન હતી. 🧡🧡 #peace #chaos #hustlebustle #busyness #pause #slowdown #poemfrommetome #grishmapoems