જિંદગી જાણે એક સુડોકુ જ્યાં ઘટેલી ઘટનાઓ ફરી ઘટતી પણ પાત્રો અને જગ્યાઓ બદલાતા, જેમ સુડોકુમાં સંખ્યાઓ ફરી આવતી પણ લીટી ને ચોકઠા બદલાતા. જિંદગી જાણે એક સાપસીડી, જ્યાં એક ભૂલ વર્ષો સુધી કરેલી મહેનતને શૂન્ય કરી દેતી, જેમ સાપસીડીમાં એક સર્પદંશ ટોચથી નીચે ગબડાવતો. જિંદગી જાણે આડી-ઊભી ચાવી, જ્યાં એક ડગલું ભરતા બીજા ડગલાની દિશા મળતી, જેમ આડી-ઊભી ચાવીમાં એક શબ્દના અક્ષરો બીજા શબ્દ સુધી પહોંચાડતા. જિંદગી જાણે લુડો, જ્યાં દરેક પોતાના લક્ષ્યો સુધી પહોંચવા જાણતા-અજાણતા બીજાને પણ અડફેટે લેતાં, જેમ લુડોમાં બીજાની કુકરીને પાછી કરી પોતાની ઘર સુધી પહોંચાડતા-જીતતા. જિંદગી જાણે લાગતી આ રમતો જેવી, જે નિર્દોષ આનંદ માટે રમાતી, પણ જિંદગી જો રમત બનતી તો નિર્દોષતાથી ના જીવાતી. 🎲🎳🎲🎳 #poemtime #life #game #lifelikeagame #butlifeisnotgame #musingtime #yqmotabhai #grishmapoetry