વિહગ ના કલરવમાં સંગીત વહેતી નદીની ધારામાં સંગીત દરિયા ના ઘુઘવાટમા સંગીત ખળખળ વહેતા ઝરણામાં સંગીત કુદરત ના કણ કણ માં સંગીત. પ્રેમીની યાદ વાગોળવામાં સંગીત પ્રેમી સાથે મિલન ની વેળામાં સંગીત પ્રેમી ના વિરહ ના દદૅમાં સંગીત પ્રેમ ની અનુભૂતિ કરવામાં સંગીત. હ્રદય ના ધબકારમા પણ સંગીત. જન્મ સાથેના ઉલ્લાસ માં સંગીત એકાએક સ્વજનની કારમી વિદાયમા સંગીત સાસરે વળાવાતી દિકરીની વિદાયમા સંગીત દેશ માટે શહીદ થનાર જવાનની વિદાયમા સંગીત જીવન ના દરેક તબક્કામાં પણ સંગીત. અમુક રોગો ના નિવારણ માં સંગીત તનાવ થી દુર રહેવા માં સંગીત આત્મા ને તૃપ્તિ આપવામાં સંગીત ઈશ્વરની ભક્તિમાં લીન થવામાં સંગીત જીવ ને શિવ સાથે ના એકાકાર માં પણ સંગીત. - Sapna Agravat #openpoetry #Lovemusic