ખુદને પારખ્યો નથી હજુ મેં પૂરેપૂરો પણ બીજાના પારખા કરું, વાતોથી મુલાકાતોથી વિચારોથી આચારોથી, ક્યારેક થાપ ના ખવાય જાય એ ડરથી તો ક્યારેક પારખાંની આદતે વિશ્વાસ ના મૂકી શકતાં અવિશ્વાસથી, ઊંડે ઊંડે મન ચાહે માની લે સઘળું કરી લે આંખો મીંચીને ભરોસો, કે થાય આ પારખાથી છુટકારો ને આપી દઉં ખુદને એક મોકો જીવવાનો પૂરેપૂરો. 🧡📙📙🧡 #life #beinghuman #judgmental #trust #faith #lovewithoutdoubts #gujaratipoems #grishmapoems