Nojoto: Largest Storytelling Platform

મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને પોતાને નાનો સમજ

મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને 
પોતાને નાનો સમજીને નમાલો ના બનાવી દો. 
એક વાત હંમેશાં યાદ રાખો, 
માણસની તાકાત બહુ છે.

ક્યાંક ભગવાનની સામે ઝૂકવા ની સલાહ, 
તો ક્યાંક બળ અને પૈસાની સામે તૂટવાની સલાહ. 
બસ આજ રીતની છે.. 
માણસની માણસ ને ડરાવવાની કળા...  મોટી મોટી ફિલોસોફીની વાતો વાંચીને 
પોતાને નાનો સમજીને નમાલો ના બનાવી દો. 
એક વાત હંમેશાં યાદ રાખો, માણસની ઓકાત ની તો ખબર નહીં પણ જો પોતાને સમજીએ તો સમજાય કે માણસની તાકાત બહુ છે. નાનપણથી એવી જ વાતો સાંભળી છે જયા માણસની તાકાતને ખૂબ જ નાની બતાવવામાં આવી છે. ક્યાંક ભગવાનની સામે ઝૂકવા ની સલાહ તો ક્યાંક બળ અને પૈસાની સામે તૂટવાની સલાહ. બસ આજ રીતની છે માણસની માણસ ને ડરાવવાની કળા. માણસના બનાવેલા ભગવાનના બનતા પહેલા મનુષ્ય પ્રકૃતિરૂપી પરમાત્મા ની સાથે રહેતો. ના ભૂતકાળમાં જીવતો, ના ભવિષ્યની આશા કરતો, બસ વર્તમાનને જ આનંદથી થી માણતો અને પોતાની અંદર રહેલા પરમાત્માને શોધવાએ ધ્યાન, યોગ, પ્રાણાયામ ની શરણે જતો. આમ કરી એ પ્રકૃતિ સાથે આત્મસાત થઈ પ્રકૃતિરૂપી પરમાત્મા બની જતો, જેના કેટલાક ઉદાહરણો #શિવ, #બુદ્ધ, #મહાવીર અને પરમાત્મા સુધી પહોંચવાના રસ્તા બતાવતા એ બધા ઋષિમુનિઓ છે. બસ આ પોતાને નાનો સમજીને માણસ ભૂલી ગયો છે કે તે અહીંયા પોતાની અંદર બેઠેલા પરમાત્માની સાથે આત્મસાત થવા માટે આવ્યો છે, પરમાત્માના પ્રસાદરૂપી આ જીવનની મજા માણવા માટે આવ્યો છે. પણ જ્યારે ઊંઘતા ઊંઘતા જ જિંદગી જીવાય તો જિંદગીમાં અભિમાન, ઘ્રૂણા, અમાનવીયતા, અયોગ્યતા, બીજાનું છીનવી લેવાની વૃતિ, સફળ થવા માટે કોઇ પણ હદે જવા ની વૃતિ વગેરે.. જેવા માનસિક રોગો આવી જાય છે. અને તેના કારણે જિંદગી દોજખ થઈ જાય છે. તો બસ જે કરો એને જાગીને જુઓ જે કરો એ પ્રેમથી કરો તો જીવન બદલાવા લાગશે, વેઠ નહિ લાગે પણ ઠાઠ લાગશે.
#vibrant_writer #pritliladabar
#gujarati #ગુજરાતી #yqmotabhai