Nojoto: Largest Storytelling Platform

મારું પ્રતિબિંબ અને મારો પડછાયો ગજબ છે બંને મારા છ

મારું પ્રતિબિંબ અને મારો પડછાયો ગજબ છે
બંને મારા છે પણ એકબીજાથી તદ્દન અલગ છે,
બંને ઝીલતા મારી ગતિવિધિઓ આબેહૂબ
પણ મારી લાગણીઓની વાત આવે ત્યાં બંને અલગ છે,
એક ઝીલીને મારી લાગણીઓને ઝાલી રાખે સમક્ષ
ને જો સંતાડુ કશુંય તો શોધાવે એમ કહી જોને
કેમ આજે લાગતું કંઈ અલગ છે,
બીજુ ફક્ત મારા હોવાપણાને જોઈ શક્તું
છતાંય રંગબેરંગી લાગણીઓમાં ગૂંથાતી જાણી
પૂછતું શું એનાથી તારું અસ્તિત્વ અલગ છે,
જાણે બંને કહેતા ગજબ છે
તું અમારી પણ અમારા બંને માટે તું અલગ છે. 🧡🖤🖤🧡
#reflection #shadow #shadesofme #emotions #people #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems