Nojoto: Largest Storytelling Platform

કાળા વાદળો વચ્ચે રહેલી વીજળી છું હું, પ્રકાશ અને

કાળા વાદળો વચ્ચે રહેલી વીજળી છું હું,
પ્રકાશ અને  અવાજનો  સહવાસ  છું  હું,
કોઈ ના સંભાળે તો અમસ્થો અવાજ છું હું,
જોવે-સાંભળે તો ધ્રુજાવનાર ગર્જનાદ છું હું.

કાંટાઓના બંધનમાં ખીલેલું ગુલાબ છું હું,
સુવાસ  અને  રંગનો  સહવાસ  છું  હું,
પ્રભુને અર્પણ  થતું  સુંદર  પુષ્પ  છું હું,
પછી કરમાયેલી જિંદગીનો સાર છું હું.

બે  નયનોમાંથી  વહેતું ઝરણું  છું હું,
પરિસ્થિતિ અને દુઃખનો સહવાસ છું હું,
દેખીતી રીતે ક્ષારનું ફક્ત પાણી છું હું,
નજરે  ચડે  તો ગરમ  ઉબાળ  છું હું.

કોરા કાગળમાં લખાયેલા શબ્દો છું હું,
કાગળ અને  કલમનો  સહવાસ છું હું,
આમ તો  સામાન્ય  લખાણ જ છું હું,
કોઈ સમજે તો મોટો ઇતિહાસ છું હું.

દુનિયામાં જન્મ  લેનારી એક સ્ત્રી છું હું,
લાગણીઓ અને મમતાનો સહવાસ છું હું,
એક દબાયેલો-ગભરાયેલો અવાજ છું હું,
અવાજ  ઉઠાવું તો ભયાનક  સંહાર છું હું.

- ઝરણા દાયમા✍️ #alone #Nojoto #story #Poetry #girl #Women #gujarati #poem
કાળા વાદળો વચ્ચે રહેલી વીજળી છું હું,
પ્રકાશ અને  અવાજનો  સહવાસ  છું  હું,
કોઈ ના સંભાળે તો અમસ્થો અવાજ છું હું,
જોવે-સાંભળે તો ધ્રુજાવનાર ગર્જનાદ છું હું.

કાંટાઓના બંધનમાં ખીલેલું ગુલાબ છું હું,
સુવાસ  અને  રંગનો  સહવાસ  છું  હું,
પ્રભુને અર્પણ  થતું  સુંદર  પુષ્પ  છું હું,
પછી કરમાયેલી જિંદગીનો સાર છું હું.

બે  નયનોમાંથી  વહેતું ઝરણું  છું હું,
પરિસ્થિતિ અને દુઃખનો સહવાસ છું હું,
દેખીતી રીતે ક્ષારનું ફક્ત પાણી છું હું,
નજરે  ચડે  તો ગરમ  ઉબાળ  છું હું.

કોરા કાગળમાં લખાયેલા શબ્દો છું હું,
કાગળ અને  કલમનો  સહવાસ છું હું,
આમ તો  સામાન્ય  લખાણ જ છું હું,
કોઈ સમજે તો મોટો ઇતિહાસ છું હું.

દુનિયામાં જન્મ  લેનારી એક સ્ત્રી છું હું,
લાગણીઓ અને મમતાનો સહવાસ છું હું,
એક દબાયેલો-ગભરાયેલો અવાજ છું હું,
અવાજ  ઉઠાવું તો ભયાનક  સંહાર છું હું.

- ઝરણા દાયમા✍️ #alone #Nojoto #story #Poetry #girl #Women #gujarati #poem
zarnadayma7856

Zarna dayma

Bronze Star
New Creator

alone # story Poetry girl Women gujarati poem