idea quotes in Hindi ધર્માંધતા કન્ફ્યુઝન નંબર – ૮ કોણે ભગવાનને જોયાં છે? કલ્પનામાં કે સપનામાં નહીં પણ પ્રત્યક્ષ રીતે. મારા સગા સંબંધી, આડોશી પાડોશી, બધા મિત્રો, એમનાં સગા સંબંધી, એમનીયે ૭ પેઢી, વગેરે વગેરે વગેરે... કોઈએ જોયા નથી. અને કદાચ જોઈ શકશે પણ નહીં. કારણકે તેમનું પ્રત્યક્ષ અસ્તિત્વ એક અલગ જ યુગમાં હતું. અને હવે એ એક દિવ્ય ઉર્જા બનીને દરેક જીવની અંદર સમાઈ ગયા છે. શું એટલે જ કહેવાય છે, કે ઈશ્વર કણ કણમાં છે? એમને મુર્તિ કે અન્ય કોઈ સ્વરૂપે પૂજવાની કે ધર્મિક વિધિના નામે અંધશ્રદ્ધામાં ડૂબવાની જરૂરત નથી. આપણે પરસ્પર એકબીજા જીવોની મદદ કરીને એ દિવ્ય ઉર્જાના પ્રકાશને ફેલાવતા રહીને ઈશ્વરની હાજરીનો અનુભવ નાં કરી શકીએ? શું છે કોઈ એવો માણસ કે ધર્મ, કે જે આ અટકળને નકારી શકે અને ઈશ્વરને પ્રત્યક્ષપણે આપણી સમક્ષ હાજર કરી શકે? ©દિલની દલીલો #gujarati #Mythology #MyThoughts #Superstition #Confusion #Fact #Religious