સફળ જીવન જીવવા માટે ફક્ત આધ્યાત્મિક જ્ઞાન તેમજ આધ્યાત્મિક ગુરુની જરૂર નથી સમજદારી તેમજ વાસ્તવિકતા જીવનમાં જોઈએ.. પ્રથમ ગુરુ પોતાની માતા છે માતા પિતાના સંસ્કાર અને સમજણ તેમજ યોગ્ય શિક્ષણ જો યોગ્ય શિક્ષક હોય તો એ પણ સફળ જીવનનો આધાર બને છે. ગુરુ વગર જ્ઞાન અધુરું.. ગુરુ દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરુ બનાવ્યા હતા. - કૌશિક દવે ગુરુ વિના નથી થતું જીવન સાકાર, ગુરુ જ છે સફળ જીવનનો આધાર. ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ🙏🌹🙏 હિંદુ પરંપરાઓમાં આ દિવસ અધ્યાત્મિક ગુરુઓની પૂજા અને સન્માનનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ પણ થયો હતો. એટલે તેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તેમણે એક વેદમાંથી ચારેય વેદના વિભાગની રચના કરી હતી. આ કારણે તેમને વેદ વ્યાસ કહેવામાં આવે છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે અને તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સુપ્રભાત!! આજે #ગુરુ_જ_સફળજીવનનો_આધાર શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.