Nojoto: Largest Storytelling Platform

Unsplash કોઈ દિશા એ તો હવે ડગ ભરવું પડશે, થોડું ઘણ

Unsplash કોઈ દિશા એ તો હવે ડગ ભરવું પડશે,
થોડું ઘણું જીવ્યા પછી તો મરવું પડશે!

હો નાવ અટકી મધ દરિયે તો કરવું પણ શું?
કાં ડૂબવું પડશે કાં તારે તરવું પડશે.

ને પાનખર માં પણ અમે ખીલીને ખરશું,
ઉપવન કદી સહરાને પણ તો કરવું પડશે!

મળશે નહીં ઉપચાર કોઈ વાદના જોજો,
જંજાળ છોડી ખુદને ખુદથી મળવું પડશે.

ને બોજ ઈચ્છાનો છે આ સમજણ પડે તો,
કરવા પુરી તે ક્યાં લગી કરગરવું પડશે?

જો નીલ જાતે તે બનાવ્યો છે આ રસ્તો,
ખોટો હશે તો પણ હવે અનુસરવું પડશે.

-નીલમકુમાર બુધ્ધભટ્ટી"નીલ"

©neel #leafbook #gazal #gujarati #life
Unsplash કોઈ દિશા એ તો હવે ડગ ભરવું પડશે,
થોડું ઘણું જીવ્યા પછી તો મરવું પડશે!

હો નાવ અટકી મધ દરિયે તો કરવું પણ શું?
કાં ડૂબવું પડશે કાં તારે તરવું પડશે.

ને પાનખર માં પણ અમે ખીલીને ખરશું,
ઉપવન કદી સહરાને પણ તો કરવું પડશે!

મળશે નહીં ઉપચાર કોઈ વાદના જોજો,
જંજાળ છોડી ખુદને ખુદથી મળવું પડશે.

ને બોજ ઈચ્છાનો છે આ સમજણ પડે તો,
કરવા પુરી તે ક્યાં લગી કરગરવું પડશે?

જો નીલ જાતે તે બનાવ્યો છે આ રસ્તો,
ખોટો હશે તો પણ હવે અનુસરવું પડશે.

-નીલમકુમાર બુધ્ધભટ્ટી"નીલ"

©neel #leafbook #gazal #gujarati #life
neel6712753551796

neel

New Creator
streak icon12