Nojoto: Largest Storytelling Platform

** ખેડૂત ** આજ જેઠ મહીનો ઢુકડો આવ્યો ને મારો ખેડ

** ખેડૂત **

આજ  જેઠ મહીનો ઢુકડો આવ્યો ને મારો ખેડુ 
જુએ વરસાદ ની વાટુ રે,
પ્રભુએ છાંટી વરસાદ ની વાછટ ને આજ મારા ખેડુ
ને હરખ ની હેલી રે,
હાલો રૂડા બરધીયા જોડો જી આજ મારા ખેડુ 
ને વાવણી કરવા જાવુ રે,
હરી ને ભરોહે નાખ્યાં એને ધરતી માં બ્યાણ જી
એથી ધાન ઊગ્યુ લીલુછમ રે,
પુરી થઇ નવલી નવરાત્રી ને મારા ખેડુનુ ધાન પાક્યુ જી
ગાડા મોઢે ધાન થયુ સારુ રે,
આજ આવ્યા રૂડા શિયાળાના દિવસો ને મારા ખેડુ 
ને થ્યુ બીજી મોસમ ટાણું રે,
એ ઓલી સીમ ના એ સથવારે મારા ખેડુ 
એ લીધી બીજી મોસમ રે,
વિત્યા ઓલા હોળી કેરા દિન જો અને પેલો 
કારો ઊનાળો આવ્યો રે,
આજ ચૈત્ર ગયો ને વૈશાખ ની શરૂઆત જો મારો ખેડુ
કરે કારાકોપ તાપ માં ખેતર તૈયાર રે,
જગત ના નાથ ની કૃપા થી મારો જગત નો તાત
આજ બારેમાસ જલસામાં રે.

                                      _પ્રવિણ લખમણભાઇ રાવલિયા #ખેડુત#ગુજરાતી #વાસ્તવિકતા #nojoto

#ખેડુત#ગુજરાતી #વાસ્તવિકતા nojoto