તુ ધૂન એવી જે મને સાંભળવી ગમે, હું હંમેશા ના સમજુ કે સાંભળું તને, પણ તોય તું હંમેશા વાગતી રહે. શબ્દો તારા બધા ભલે મારા ના હોય, ક્યારે ખોટા લાગે, જો કે લગભગ સાચા જ હોય, એટલે જ કદાચ વારંવાર મને સ્પર્શી જતા હોય. અવાજ તારો જુદો જુદો સાંભળું, કડવો-મીઠો થાય જ્યારે ગમતા અવાજમાં ગમતુ-અણગમતુ સાંભળું, આમ જ ક્યારેક ઘોંઘાટ ક્યારેક નિરાંત સાંભળું. આ સૂર, શબ્દ ને ધ્વનિના મેળનુ ગીત તું જિંદગી, તારા તાલે ક્યારેક ઝૂમુ, ક્યારેક તને ગણગણુ જિંદગી, અરે આખેઆખું યાદ ના રહે, પણ ના ભુલાય એવું ગીત તું જિંદગી. 🧡🖤🖤🧡 #zindagi #life #lifepoem #lovelifetothefullest #music #musicoflife #gujaratipoems #grishmapoems