મને સ્વતંત્રતા તું આપે નહીં પણ મારી સ્વતંત્રતા તું સ્વીકારે, એક બંધન જ્યાં તું મને બાંધે નહીં છતાંય આપણે બંધાઈ જઈએ, જ્યાં મૌનને સમજવાની ના નહીં તોય શબ્દોમાં વ્યક્ત થતાં રહીએ, જ્યાં પ્રેમ ક્યારેય ખૂટશે નહીં એમ નિશ્ચિંત થઈને થોડું ઝગડતા રહીએ, જ્યાં એકબીજાની રાહ જોતા નહીં પણ હવે એકબીજાની રાહ બની જઈએ ચાલને એવું જીવીએ. ❤️❤️ #lovepoem #love #meandyou #beingtogether #respecteachother #gujaratipoems #poemfrommetoyou #grishmalovepoems