ખરાબ પરિસ્થિતિમાં પણ જો આજકાલની છોકરી સામાજિક જવાબદારી ન સમજે તો તેના ભણતરનો વાંક ન કહેવાય પણ માતાપિતાએ આપેલ સંસ્કારના ઘડતરનો વાંક છે એ જરૂર કહી શકાય.જો દીકરી બેન,ભાણેજ,ભત્રીજીના ઉદેશ્યથી મોજ શોખ માટે પરિવારનો ગેરફાયદો લઈ શકે છે તો ખરાબ સમયમાં કેમ તે છોકરી પોતાનું કર્તવ્ય યાદ નહિ રાખતી શા માટે?તે બહાનાં અને નથી આવડતું સમજણ ન પડે એમ કહે છે કે હું તો નાની છું, તો ત્યારે ક્યાં આ શાણપણ જતું રહે છે કે મારે પ્રવાસ છે બધા જ જાય છે,જો આને લઇ આપ્યું તો મને કેમ નહિ?ઘણા બધા લોકો એવા છે કે સારી ન હોય તો પણ પોતાની દીકરીને સમાજમાં સારી બતાવે છે. અને સારી દીકરી ગમે એટલું કરે કે જવાબદારી નિભાવે તો પણ તે સમાજ ની સામાજીક દ્રષ્ટિએ એ છોકરીની વહુ દીકરી ભાણેજ ભત્રીજી દરેક જગ્યાએ શૂન્ય જ રહે છે. ભલે એ પોતાનો જીવ રેડી દેશે તો પણ પરિવાર તો એજ છોકરીની વાહવાહી કરશે જે કોઈ જવાબદારી તો દૂર ઘરના કામમાં પણ આનાકાની કરતી હોય. આ કડવી વાસ્તવિકતા છે દીકરી માટે. #lifequotes #realityoflife #society #socold #mentality #daughter #difficult