Nojoto: Largest Storytelling Platform

દુનિયાથી ભાગીને શબ્દોમાં સંતાતી ને શોધવાનો દાવ પણ

દુનિયાથી ભાગીને શબ્દોમાં સંતાતી
ને શોધવાનો દાવ પણ ખુદને જ આપતી,
નવલકથાઓના પાત્રોમાં ઝલક મારી શોધતી 
તો ક્યારેક ટૂંકી વાર્તાઓમાં પોતાની
જાણી-અજાણી લાગણીઓ જાણતી,
પણ પૂરેપૂરી ના પકડાતી એટલે
ડાયરીના પાને લાગણીઓના ઢગલામાં
ખુદને ફંફોસતી,
એમાંથી મળતી કવિતાઓમાં દેખાતી
પણ એ મારું પ્રતિબિંબ એ હું જાણતી,
પકડાઈ જાઉં તો દાવ ફરી મારો જ છે
એ યાદ આવતા એ બધાય શબ્દોમાં
તને ખોજતી,
ને ખોવાઈ જઈ તારામાં
આ દાવ તને આપવાના સપના હું જોતી. 🧡📙📙🧡
#escapetofind #loveforwords #diary #findingme #findingyou #lovepoem #gujaratipoems #gujaratipoems
દુનિયાથી ભાગીને શબ્દોમાં સંતાતી
ને શોધવાનો દાવ પણ ખુદને જ આપતી,
નવલકથાઓના પાત્રોમાં ઝલક મારી શોધતી 
તો ક્યારેક ટૂંકી વાર્તાઓમાં પોતાની
જાણી-અજાણી લાગણીઓ જાણતી,
પણ પૂરેપૂરી ના પકડાતી એટલે
ડાયરીના પાને લાગણીઓના ઢગલામાં
ખુદને ફંફોસતી,
એમાંથી મળતી કવિતાઓમાં દેખાતી
પણ એ મારું પ્રતિબિંબ એ હું જાણતી,
પકડાઈ જાઉં તો દાવ ફરી મારો જ છે
એ યાદ આવતા એ બધાય શબ્દોમાં
તને ખોજતી,
ને ખોવાઈ જઈ તારામાં
આ દાવ તને આપવાના સપના હું જોતી. 🧡📙📙🧡
#escapetofind #loveforwords #diary #findingme #findingyou #lovepoem #gujaratipoems #gujaratipoems