a-person-standing-on-a-beach-at-sunset જિંદગી જીવું છું હું એવી અધૂરી આશમાં, સામે આવીને મળે કોઈ તો આ પ્રવાસમાં? આજ ભૂલી પણ ગયા છે મારા જ અંગત મને, ને... હવે ક્યાં રહ્યો છું એ રીતે એવો ખાસમાં? સાચવી રાખી છે યાદો એમની દિલના ખુણે, નામ એનું નીકળે છે હોઠે હરદમ શ્વાસમાં. વાટ જોઈ આંખ પણ થાકી છે એની રાહમાં, ને... બની કંટક અશ્રુઓ ઊગ્યા છે એ ચાસમાં. શૂન્યતા મારી મને નડતી રહી છે ભીતરે, એમ એ મળતાં રહ્યાં છે નીલને, પણ પાસ માં. ©neel #SunSet #gazal #gujarati #life