ક્યારેક શાંત ક્યારેક ખળખળ ક્યારેક થઈ જાય ધસમસતું પૂર લાગણીઓના મોજાંથી ભરપૂર જાણે ખુદમાં જ એક દરિયો અખૂટ છતાંય કહેવાતી નદી સમી જાણે શોધતી એક દરિયો જે આપી એને નીરવતા લઈને સઘળાં મોજા કહેવાય એનો ઘૂઘવતો સમંદર ને એ બની રહે એની નદી સમી. ❤️❤️ #woman #emotions #relationship #lovepoems #valentinepoems #gujaratipoems #grishmalovepoems #grishmapoems