જ્યાં થાક લાગે તો વિસામો મળે. જ્યાં દુઃખ માં જાઓ તો દિશા મળે ને સુખમાં જાઓ તો દિશા ભટકી ન જવાય એવી ટકોર મળે. ક્યારેક ઉતાવળમાં પહોંચો તો ધીરજ તમારું સ્વાગત કરે, ને ગુસ્સામાં પહોંચો તો ખડખડાટ હાસ્ય જ આવકારે. અને ભૂલેચૂકેય જો ખોવાઈ જાવ તો એ સરનામા પર પોતાને શોધવા માટે એક જાણીતો ભોમિયો મળે. અરે, આ કલ્પના નથી મારી, જરા ધ્યાનથી વાંચો તો આ કાવ્યમાં તમને તમારા મિત્ર નું શબ્દ ચિત્ર મળે. ✍️✍️એક સરનામું એવું મળે જે તમારું નથી પણ છતાં તેના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા મળે ✍️✍️ #ગુજરાતી #એક_સરનામું #oneaddress #lifetimeaddress #yqmotabhai #gujarati #yqbaba #grishmapoetry Collaborating with YourQuote Motabhai