Nojoto: Largest Storytelling Platform

ઘર ઘરમાં સિમેન્ટ લાગી ગઈ,માટીની ક્યાંય સુવાસ નથી.

દીવાલો થઈ ગઈ ઊંચી,કાંટા ની ક્યાંય વાળ નથી.
તળાવ ને આરે બાંધી ભીંતો ને કાંકરા ની કોઈ પાર નથી.
ઘર ઘરમાં નળ પાણી ના છે ને તળાવોની કોઈ જાણ નથી.

હર હાથે મોબાઈલ છે પર મોઢા પર કોઈ ભાવ નથી.
સામે જાતો હોય સબંધી પણ હૈયા થકી કોઈ સાદ નથી.
કોણ રામ ને કોણ રહીમ જ્યાં કોઈ આવો ભેદ નતો.
એ પણ આજે બોલે છે કે તું કાઈ મારો ભાઈ નથી.

ગેસ પર મેહનત ઓછી પડે,ચૂલા પર રંધાય નહીં.
પારકા ના ઘર મોટા લાગે છે,નાના ઘરમાં રહેવાય નહીં.
ઢોર હોવી ગંધાય છે બળદો થી ખેતી થાતી નથી.
RO ના પાણી પીવે છે પણ બીમારી ઘરમાંથી જાતિ નથી.

મંદિરો નાના થઈ ગયા ને મીઠો પ્રભુનો પણ પરસાદ નથી.
બધા થઈ ગયા મશીન જેવા એમા કોઈ અપવાદ નથી.
અરે હવે તો બાવાડિયા કછડા માં પણ વણઝેરી બાવળ નો શૂર નથી.
બહુ થઈ ગયો વિકાસ,હવે વિકાસની પણ જરૂર નથી.

દુનિયા આખી માં દુનિયા રહેશે,દુનિયા ને ત્યાં રહેવા દો.
પછાત નથી આ પાવનતા છે,એને તો કચ્છમાં રહેવા દો.
શુ મશીનો જ રહેશે બધે?ક્યાંક તો માનવ ને રહેવા દો.
હવે વિકસવું નથી વધારે,બસ કચ્છ ને કચ્છ માં રહેવા દો.

                               ~નિલેશ ભાનુશાલી "અખર્વ" #કચ્છ ..... .... #પતંગ     #patang

કચ્છને કચ્છમાં રહેવા દો.

#કચ્છ ..... .... #પતંગ #patang કચ્છને કચ્છમાં રહેવા દો.